Home » गुजरात » આજરોજ ભાટ ગામ ખાતે કોસ્ટલ/બીચ સફાઈનો કાર્યક્રમ યોજાયો.

આજરોજ ભાટ ગામ ખાતે કોસ્ટલ/બીચ સફાઈનો કાર્યક્રમ યોજાયો.

આજરોજ ભાટ ગામ ખાતે કોસ્ટલ/બીચ સફાઈનો કાર્યક્રમ યોજાયો.

દર વર્ષે સપ્ટેમ્બર નો ત્રીજો શનિવાર ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીન અપ ડે તરીકે ઉજવવામાં આવે છે આ નિમિત્તે નવસારી જિલ્લામાં પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ દ્વારા ગણદેવી તાલુકાના ભાટ ગામે (અમલસાડ) દરિયા કિનારા પર પ્લાસ્ટિકના સફાઈ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં 200 જેટલા લોકો હાજર રહ્યા હતા અને દરિયા કિનારાના પ્લાસ્ટિકનું સફાઈનું સુંદર કામ કરવામાં આવ્યું હતું.

ખાસ કરીને પ્લાસ્ટિક/વેસ્ટની સફાઈ સાથોસાથ સ્કૂલના વિદ્યાર્થીઓ,ગ્રામજનો,કાંઠા વિસ્તારના માછીમારો,પ્રજાજનો, NGO દ્વારા બીચ ખાતેથી પ્લાસ્ટિક/કચરાની સફાઇ હાથ ધરી અને સાથોસાથ પ્લાસ્ટિક પ્રદૂષણ કચરા પ્રદૂષણ અને તેની દરિયા, પાણી, ખેતીવાડી, માછીમારોની આજીવિકા અને overall પર્યાવરણ ઉપરની વિઘાતક અસરો/નુકશાની સંદર્ભે જાગૃતિ – જનજાગૃતિ નો સંદેશ આપ્યો.

દરિયા કિનારાને પ્લાસ્ટિક/કચરા મુક્ત અને ચોખ્ખો રાખવાનું abhiyan- જાણકારી – જાગૃતિનો ફેલાવો.

દરિયા કિનારે પ્લાસ્ટિક કચરાનું પ્રદૂષણ એ આપણે સૌ એ સાથે મળીને ઊભી કરેલી સમસ્યા છે અને આ સમસ્યાના મૂળમાં છે – નગરપાલિકાઓ ના વિસ્તારમાંથી એકઠો કરવામાં આવતો પ્લાસ્ટિક vest- કચરો કે જેને ગેરકાનૂની રીતે નદી – CRZ – તળાવો – ખાડી – પાણી સ્ત્રોતો માં કે તેના કિનારે ગેરકાનૂની ડમ્પીંગ સાઈડ બનાવીને નગરપાલિકા દ્વારા ઠાલવવામાં આવે છે જે SOLID વેસ્ટ પ્લાસ્ટિક કચરો ભરતી કે રેલનાં પાણી સાથે દરિયામાં વહી જાય છે અને ભરતી વખતે આ બધો SOLID વેસ્ટ પ્લાસ્ટિક કચરો પાછો દરિયા કિનારે બીચ પર જમાં થઈ જાય છે અને પ્રદૂષણ કરે છે.જેના માટે ફક્ત ને ફક્ત આપણે સૌ જવાબદાર છીએ કેમકે આપણે/આપણા ઘરમાંથી ફેકેલું પ્લાસ્ટિક કચરો દરિયો પાછો આપણને રિટર્ન ગિફ્ટ માં પાછો આપે છે.

આ કાર્યક્રમ માં વિવિધ સંસ્થાઓ તથા શાળાઓએ ભાગ લીધો હતો. જેમકે જાયન્ટ ગ્રુપ બીલીમોરા, લાયન્સ ગ્રુપ બીલીમોરા, રોબિન હુડ આર્મી , ધ્વનિ વૃંદ બીલીમોરા , વાઇલ્ડ લાઇફ વેલફેર ફાઉન્ડેશન બીલીમોરા, ભાટ પ્રાથમિક શાળા , પી વી લખાણી હાઇસ્કુલ લુસવાડા, પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ, સીમા જાગરણ મંચ, સહકાર ભરતી, માછી સમાજ. આ કાર્યક્રમમાં ભાટ ગામના લોકો તથા ગ્રામ પંચાયત ભાટ દ્વારા ઘણી મદદ કરવામાં આવી હતી.

ભાટ ખાતે દરિયા કિનારે બીચ પરથી પ્લાસ્ટિક કચરાના સફાઈ સહ અવરનેસનો કાર્યક્રમ પ્રજાજનો,સ્કૂલના વિદ્યાર્થીઓ,શિક્ષકો, NGO, માછીમાર સમાજ, ખાસ કરીને બહેનો ના સંયુક્ત પ્રયાસથી સુપેરે સંપન્ન થયો.
પ્લાસ્ટિક કચરો પ્રદૂષણ થી પર્યાવરણને બચાવવા માટે સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી.

SPP BHARAT NEWS
Author: SPP BHARAT NEWS

0
0

Leave a Comment

RELATED LATEST NEWS

Top Headlines

जनप्रतिनिधि या सिंहासन के संरक्षक: लोकतंत्र की आत्मा पर प्रश्नचिन्ह

जनप्रतिनिधि या सिंहासन के संरक्षक: लोकतंत्र की आत्मा पर प्रश्नचिन्ह भारतीय लोकतंत्र का मूल तत्व है — जनता द्वारा, जनता