સુરત જિલ્લા વકીલ મંડળની 2026 ની ચૂંટણી કાર્યક્રમની સત્તાવાર જાહેરાત

સુરત, 20 નવેમ્બર 2025:
સુરત જિલ્લા વકીલ મંડળની 19/11/2025ની હોદ્દેદારો તથા કારોબારી કમિટીના સભ્યોની સંયુક્ત બેઠકમાં સર્વાનુમતે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આગામી વર્ષ 2026 માટેની વાર્ષિક ચૂંટણીનું સુચારુ સંચાલન થાય તે માટે શ્રી કમલ નયન પવિનચંદ્ર અસારવાલાની મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ચૂંટણી કમિશનરને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના રેફરન્સ નં. BCG/8584/2025 (તારીખ : 18/09/2025) મુજબ તમામ સત્તાઓ તથા જવાબદારીઓ સોંપવામાં આવી છે.
આ વર્ષે નીચેના તમામ પદો માટે ચૂંટણી યોજાશે:
ચૂંટણીના પદો
પ્રમુખ
ઉપપ્રમુખ
જનરલ સેક્રેટરી
જોઇન્ટ સેક્રેટરી
ખજાનચી (મહિલા પ્રતિનિધિ – અનામત પદ)
મહિલા પ્રતિનિધિ (Lady Representative)
કારોબારી કમિટીના 11 સભ્યો (સુપ્રીમ કોર્ટના રિટ પિટિશન 819/2024, તારીખ 09/03/2025 મુજબ 4 મહિલા સભ્યો માટે અનામત મત)
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નિર્દેશ મુજબ ચૂંટણી કાર્યક્રમ નીચે મુજબ જાહેર કરાયો છે:
—
ચૂંટણી કાર્યક્રમ – Surat District Bar Association Election 2026
ક્રમ વિગત તારીખ
1 મતદાર યાદીની નોટિસ બોર્ડ પર જાહેરાત 24/11/2025
2 આખરી મતદાર યાદીનું પ્રકાશન 29/11/2025
3 ઉમેદવારી ફોર્મ લેવા અને ફોર્મ ભરવાની તારીખો 01/12/2025 થી 05/12/2025
4 ઉમેદવારી ફોર્મની ચકાસણી 08/12/2025
5 ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 09/12/2025
6 ઉમેદવારોની આખરી યાદી 10/12/2025
7 ચૂંટણી યોજાનાર તારીખ 19/12/2025
—
મતદાન અને મતગણતરીની વિગતો
મતદાન તારીખ: 19 ડિસેમ્બર 2025
મતદાન સમય: સવારે 08:30 થી સાંજે 04:30
મતગણતરી શરૂ: સાંજે 05:30 થી પૂર્ણતા સુધી
જો કોઇ અનિવાર્ય કારણસર મતગણતરી 19/12/2025ના રોજ પૂર્ણ ન થાય, તો મતગણતરીની તારીખ તથા સમયમાં ફેરફાર કરવાનો સંપૂર્ણ અધિકાર મુખ્ય ચૂંટણી કમિશનર પાસે રહેશે.
—
ઉમેદવારી ફોર્મ મેળવવાનો સમય
સવારે 11:00 થી 02:00
બપોરે 02:30 થી સાંજે 05:30
—
સત્તાવાર સૂચના
સ્થળ: સુરત
તારીખ: 20/11/2025
શ્રી કે.પી. અસારાવાલા
મુખ્ય ચૂંટણી કમિશનર,
સુરત જિલ્લા વકીલ મંડળ
—
સુરત વકીલ મંડળની ચૂંટણી માટે શુભકામનાઓ — એડવોકેટ મયુર આર. પટેલ
પૂર્વ કાઉન્સિલ મેમ્બર (SDBA) શ્રી એડવોકેટ મયુર આર. પટેલે ચાલી રહેલી ચૂંટણીમાં ભાગ લેતા તમામ ઉમેદવારો તથા તેમના સમર્પિત કાર્યકરોને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી છે.
તેમણે જણાવ્યું હતું કે:
> “આ ચૂંટણી માત્ર જીત–હાર નહીં, પરંતુ વકીલ સમાજના ભવિષ્ય અને દિશા નક્કી કરવાનું મહત્વપૂર્ણ લોકશાહી પર્વ છે. આશા છે કે ચૂંટણી સંપૂર્ણ શાંતિપૂર્ણ અને સ્વચ્છ માહોલમાં સંપન્ન થશે. દરેક ઉમેદવારને શુભેચ્છાઓ અને વકીલ સમાજની સેવા માટે પ્રેરણા મળતી રહે તેવી હાર્દિક કામનાઓ.”
અંતમાં તેમણે “જય હિંદ” સાથે પોતાના શુભેચ્છા સંદેશાનું સમાપન કર્યું.
✍️એડવોકેટ મયુર આર. પટેલ — પૂર્વ કાઉન્સિલ મેમ્બર (SDBA)
Author: SPP BHARAT NEWS





