લીગલ એડથી વરિષ્ઠ નાગરિક દંપતીને ન્યાય: એડવોકેટ મયુર આર. પટેલની દલીલો રંગ લાવી
“Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007” હેઠળ સુરતના સિનિયર સિટિઝનને કાયદેસર રક્ષણ — સ્વઅર્જિત મિલકત પર ગેરકાયદેસર કબજાનો અંત
📍 સુરત
તાલુકા કાનૂની સેવા સમિતિ હેઠળ લીગલ એડ મારફતે કાર્યરત એડવોકેટ મયુર આર. પટેલે એક વરિષ્ઠ નાગરિક દંપતીને મહત્વપૂર્ણ કાનૂની રાહત અપાવવામાં સફળતા મેળવી છે.
સુરત શહેરના અડાજણ વિસ્તારમાં નિવાસી શ્રી આઇવન ઇમેન્યુઅલ રાઠોડ (ઉંમર ૭૫ વર્ષ) અને શ્રીમતિ ફ્રેનીબેન આઇવન રાઠોડ (ઉંમર ૭૪ વર્ષ)એ તેમની સ્વ-અર્જિત રહેણાંક મિલકતમાં પુત્ર, પુત્રવધૂ અને પૌત્ર દ્વારા ગેરકાયદેસર કબજો કરી માનસિક તથા શારીરિક ત્રાસ આપવામાં આવતો હોવાની રજૂઆત સાથે Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007 ની કલમ ૪, ૫ અને ૨૩ હેઠળ અરજી દાખલ કરી હતી.
અરજદારોનું કહેવું હતું કે જીવનભરની બચતથી ખરીદેલી મિલકતમાં તેમના પરિવારજનો બળજબરીપૂર્વક રહેતા હતા અને વયોવૃદ્ધ દંપતીની સુરક્ષા, શાંતિ અને આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી રહ્યા હતા. વધુમાં તેઓ ભરણપોષણ કે સંભાળ આપતા નહોતા.
લીગલ એડ મારફતે એડવોકેટ મયુર આર. પટેલે દસ્તાવેજી પુરાવા, અગાઉના કોર્ટના હુકમો અને સંબંધિત કાનૂની જોગવાઈઓના આધારે સશક્ત દલીલો રજૂ કરી હતી. મામલાની ગંભીરતા ધ્યાનમાં લઈ માનનીય સત્તાવાર અધિકારીએ અરજદારોના હિતમાં માસિક રૂપિયા ૫,૦૦૦/- ભરણપોષણ અને અન્ય અનુકૂળ હુકમો ફરમાવ્યા છે, જેથી વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા અને કલ્યાણ સુનિશ્ચિત થઈ શકે.
આ ચુકાદો વરિષ્ઠ નાગરિકોના અધિકારોના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ મકામ સાબિત થયો છે. લીગલ એડ દ્વારા ન્યાય મેળવવાની પ્રક્રિયા સરળ અને અસરકારક બની શકે છે, તેનો આ કેસ જીવંત દાખલો છે.
એડવોકેટ મયુર આર. પટેલે જણાવ્યું હતું કે વરિષ્ઠ નાગરિકો સામે થતા અન્યાય સામે કાયદો મજબૂત રીતે તેમની સાથે છે અને જરૂર પડે ત્યારે તેઓ લીગલ એડ દ્વારા મફત કાનૂની સહાય મેળવી શકે છે.
✍️Prakash Desai, Editor-in-Chief
Author: SPP BHARAT NEWS




