Home » गुजरात » ઉમરગામ તાલુકામાં વૃક્ષારોપણનો અનોખો કાર્યક્રમ યોજાયો.

ઉમરગામ તાલુકામાં વૃક્ષારોપણનો  અનોખો કાર્યક્રમ યોજાયો. 

ઉમરગામ તાલુકામાં વૃક્ષારોપણનો  અનોખો કાર્યક્રમ યોજાયો. 

તા -7/7/24 અષાઢી બીજ ના પવિત્ર દીવસે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા ઉમરગામ નારગોલ ગ્રામ પંચાયત અને યુવા બોર્ડ ઉંમરગામ દ્વારા વૃક્ષારોપણ નો સુંદર કાર્યક્રમ કરવામાં આવ્યો .
જેમાં વૃક્ષ ની સાથે માતૃપ્રેમ ને કેંદ્ર માં રાખીને કાર્યક્રમ કરાયો. કાર્યક્રમ જગદંબા સાંસ્કૃતિક હોલ ના બાજુના વિસ્તાર માં કરવા માં આવ્યો હતો. જેમાં ગામ ના પ્રથમ નાગરિક સરપંચ સ્વીટીબેન યતીનભાઈ ભંડારી અને તાલુકા પંચાયત સભ્ય દક્ષાબેન
તેમજ મહિલા મોરચા પ્રમુખ મનીષાબેન પ્રીતમનાણી તાલુકા સંગઠન ના સભ્ય યતીનભાઈ અને ગામના તમામ સભ્યશ્રીઓ તથા કાર્યકર્તા અશોકભાઈ પ્રીતમનાણી, માજી સરપંચ જયેશભાઈ બારીયા કાંતિભાઈ કોટવાલ નિવૃત શિક્ષક મનુભાઈ બારીયા સાથે ગ્રામના આગેવાનો યુવાઓ વૃક્ષારોપણ કાર્યક્રમ માં જોડાયા હતા.
તેમજ સૌએ એક એક વૃક્ષ વાવી જતન કરવા નો સઁકલ્પ કર્યો હતો.
કાર્યક્રમ ને સફળ બનાવા નારગોલ ગ્રામ પંચાયત ના સરપંચ સ્વીટીબેન અને તમામ સભ્યો અને યતીનભાઈ ભંડારી તથા મહિલા મોરચા પ્રમુખ મનીષાબેનનો યુવા બોર્ડ ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.

!!એક વૃક્ષ માતા ના નામે!!
#SVGRYB
@UMRGAM
@NARGOL

SPP BHARAT NEWS
Author: SPP BHARAT NEWS

2
0

9 thoughts on “ઉમરગામ તાલુકામાં વૃક્ષારોપણનો  અનોખો કાર્યક્રમ યોજાયો. ”

Leave a Comment

RELATED LATEST NEWS