
ગણદેવી તાલુકાના ઈચ્છાપોર ગામે સરપંચ દ્વારા ગેરકાયદે વૃક્ષો કપાયાની ફરિયાદ સામે આવી.
નવસારી : સૂત્રો દ્વારા મળતી વિસ્તૃત માહિતી પ્રમાણે નવસારી જિલ્લા ના ગણદેવી તાલુકાના નાનકડા અને સુંદર એવા ઈચ્છાપોર ગામ ની આ વાત છે.
પ્રસ્તુત ઘટના ને લગતી અરજી ઈચ્છાપોર ગામના જાગૃત નાગરિકો દ્વારા તલાટી કમ મંત્રી ને કરવામાં આવેલ છે.
ઈચ્છાપોર માં કેટલાંક તત્ત્વો પ્રકૃતિ અને કાયદાકીય નિતી નિયમો ને તાક પર રાખી પોતાની જ ઈચ્છા પ્રમાણે મનમાની કરી ને વૃક્ષો કપાવી લેતાં હોવાની વાત સામે આવી રહી છે.
જેમાં મળતી માહિતી પ્રમાણે કોઈ પણ પ્રકાર ની જંગલ ખાતા ની પરવાનગી લેવામાં આવેલ નથી.
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે ચોમાસાની ઋતુ માં કોઈ પણ પ્રકારના વૃક્ષો કાપવાની કાયદાકીય મંજુરી અપાતી નથી, કે મંજૂરી આપવાની સત્તા કોઈ પણ સત્તાધીશો પાસે નથી.
એક તરફ ગ્લોબલ વોર્મિંગ ને કારણે દેશ દુનિયા ચિંતિત છે.. અને આપણાં દેશની સરકાર તો પ્રકૃતિ ની આવનારી આફતો થી દેશને બચાવવાના પૂર્વગામી પગલાં રૂપે ચોમાસામાં જનતા ના ટેક્સના કરોડો અબજો રૂપિયાનું આંધણ ચઢાવી દેશમાં દરેક જગ્યાએ વૃક્ષારોપણ જેવા ભવ્ય સરકારી કાર્યક્રમોનું આયોજન કરી રહી છે..
જેનાથી સમગ્ર દેશ વાકેફ છે.. ગણદેવી તાલુકાના મામલતદાર તથા ફોરેસ્ટ ખાતાના અધિકારીઓ પણ વાકેફ હશે જ.. અને એમણે પણ તાલુકામાં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરી અખબારી અહેવાલો પણ છપાવ્યા જ હશે.!! પરંતુ અજાણ હોય તો ચોમાસામાં પણ ગેરકાયદે કપાતાં વૃક્ષો અને વૃક્ષોનું નિકંદન કાઢવામાં મશગૂલ પરિબળો થી..!!
જ્યારે બીજી બાજુ અનેક જગ્યાએ બિનઅધિકૃત રીતે વૃક્ષોનું નિકંદન કાઢી કાળી કમાણી કરતાં કહેવાતા વાઈટ કોલર જનપ્રતિનિધી જ સરકારની નિતી ને હાસ્યાસ્પદ બનાવતા આવી રહ્યા છે, જેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ ચોમાસામાં ઈચ્છાપોર ગામે ગેરકાયદે કપાતા વૃક્ષો અને વૃક્ષો કપાવનાર પુરું પાડી રહ્યા છે..
સૌથી ચિંતા જનક બાબત તો એ છે કે
ગામના જાગૃત નાગરિકો એ જવાબદાર અધિકારીઓને ફરિયાદ કર્યા પછી પણ વૃક્ષો કાપવાની પ્રક્રિયા ચાલુજ હોવા ના અહેવાલ મળી રહ્યા છે.
એવા સંજોગોમાં તાલુકા કક્ષાના જવાબદાર અધિકારીઓનું વજનદાર ભેદી મૌન “તારું મારું સહિયારું” વાળી નિતી ચાલી રહી હોવાનો સંદેહ, નિસંદેહ સંદેશ આમ જનતામાં પહોંચે એ સ્વાભાવિક છે. જો એમ ન હોય તો ફરિયાદ મળ્યા પછી મોડે મોડે પણ જવાબદાર અધિકારીઓ એ વાસ્તવિકતાની તપાસ કરી વૃક્ષો કાપવામાં સંડોવાયેલા તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરી શક્યા હોત, પણ એ કેમ કરવામાં આવી નથી.? એ આમજનતાનો યક્ષ પ્રશ્ન છે.
ગેરકાયદે કપાતા વૃક્ષો સંદર્ભે થયેલી ફરિયાદ મુજબ ગામમાં કે પંચાયત દ્વારા કોઈ સામાન્ય સભા કે ચર્ચા વિચારણા કર્યા વગર આ વૃક્ષો કપાયા હોવાની વાતનો સ્પષ્ટ ઉલ્લેખ છે.
તેમજ આ કાપવામાં આવેલ વૃક્ષોની કોઈ પણ પ્રકાર ની હરાજી કે વેચાણ કરવા બાબતની સરકારી રેકર્ડ પર ઉલ્લેખ નથી. વધુમાં પંચાયત ના સભ્યો ને પણ આ બાબત થી સાવ અજાણ રાખ્યા હોવાની હકીકત સામે આવી રહી છે.
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ઈચ્છાપોર જેવા ગામમાં ગામનું પ્રતિનિધિત્વ કરતાં સરપંચ જ સરકારી નિતી નિયમો ને ધોળીને પી જતાં હોય, અને ઉપલાં અધિકારીઓ ભેદી મૌન ધારણ કરી તમાશો જોતા હોય, ત્યારે સરકાર અને ચૂંટાયેલા જન પ્રતિનિધિ સામે પણ પ્રજા આંગળી ચિંધવા મજબૂર બની રહે છે. અને એની અસર ચૂંટણી ટાણે જોવા મળતી હોય છે.
હાલમાં તો ઈચ્છાપોર તથા આજુબાજુના ગામના લોકો દ્વારા એક જ સવાલ સામે આવી રહ્યો છે.. “વાળ જ ચીભડાં ગળે તો ફરિયાદ કોને કરવી.??”

Author: SPP BHARAT NEWS

1 thought on “ઈચ્છાપોર ગામે સરપંચ દ્વારા ગેરકાયદે વૃક્ષો કપાયાની ફરિયાદ સામે આવી.”
xGvjMWBTY