Home » गुजरात » વકીલો માટે નવા કાયદાની બુકનું રાહત દરે વિતરણ

વકીલો માટે નવા કાયદાની બુકનું રાહત દરે વિતરણ

વકીલો માટે નવા કાયદાની બુકનું રાહત દરે વિતરણ

તા.૧ જુલાઈથી નવા કાયદાનું અમલીકરણ થઇ ચૂકયું છે, ત્યારે નવા કાયદાના પુસ્તકોની ખૂબ જરૂરીયાત દરેક વકીલ મિત્રો, પોલીસ અધિકારીને ઉભી થઇ છે.
જે સંજોગોને ધ્યાને લઇ, સુરત જીલ્લા કોર્ટના સક્રિય કાઉન્સિલ મેમ્બર્સ દ્વારા, નવા કાયદાની બુક જેની મૂળ કીમત રૂપિયા ૧૪૯૫ ની છે, તે બુક ફક્ત રૂપિયા ૩૩૫ ના ખૂબ નજીવા દરે વકીલશ્રીઓને રાહત દરે વિતરણ કરવા માટે નક્કી કરાયું હતું. આ આયોજન સક્રિય કાઉન્સિલ સભ્યશ્રીઓ (૧) મયુર આર. પટેલ, (૨) મુકુંદ રામાણી, (૩) ચેતન પ્રજાપતિ, મયુર ઠુમ્મર, (૪) ધવલ પાનસેરિયા, (૫) રાહુલ કોન્ટ્રાક્ટર દ્વારા તારીખ ૧૮/૦૭/૨૦૨૪ ના સવારે ૧૧ વાગ્યા થી કરવામાં આવી રહયું છે. જેમાં વરિષ્ઠ મહિલા વકીલશ્રી પ્રીતીબેન જોષી, વિનયભાઈ શુક્લા, રવિ ગૌતમભાઈ દેસાઈ તથા નીલેશભાઇ માણીયા દ્વારા આર્થિક સહાય કરવામાં આવેલ છે. આ બુકનો લાભ સુરત જીલ્લા કોર્ટમાં, ફેમીલી કોર્ટમાં, લેબર કોર્ટમાં, કનઝયુમર કોર્ટમાં તથા બહુમાળીમાં પ્રેક્ટીસ કરતા સિનીયર વકીલશ્રીઓ, મહિલા વકીલશ્રીઓ, જુનિયર વકીલશ્રીઓ, સરકારી વકીલશ્રીઓ અને વિધાર્થીઓ, જે હાલમાં કોર્ટમાં પ્રેક્ટીસ માટે આવે છે. તેઓને કોઈ પણ ભેદભાવ વિના વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવી રહી છે.
આ બુક નિવૃત જજ શ્રી મધુકર વી. ધ્રુવ સાહેબ દ્વારા લખવામાં આવી છે. જેઓ સુરત ખાતે પણ જજ તરીકે કાર્યરત રહી ચૂકયા હતા. આ બુકમાં નવો કાયદો વિસ્તારપૂર્વક, ઉદાહરણ સહીત ખૂબ સરળ ભાષામાં સમજાવવામાં આવેલ છે.

કાઉન્સિલ મેમ્બર્સશ્રીઓ મયુર આર. પટેલ, મુકુંદ રામાયણી, ચેતન પ્રજાપતિ, મયુર ઠુમ્મર, ધવલ પાનસેરિયા તથા રાહુલ કોન્ટ્રાક્ટર નાઓએ સૌના સહકાર બદલ ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો છે.

રિપોર્ટ : અતિક દેસાઈ – SPP BHARAT NEWS

SPP BHARAT NEWS
Author: SPP BHARAT NEWS

1
0

4 thoughts on “વકીલો માટે નવા કાયદાની બુકનું રાહત દરે વિતરણ”

Leave a Comment

RELATED LATEST NEWS