Home » गुजरात » અથવાલાઈન્સ પોલીસ સ્ટેશનના ગુનામાં સેશન કોર્ટ દ્વારા જામીન મંજૂર

અથવાલાઈન્સ પોલીસ સ્ટેશનના ગુનામાં સેશન કોર્ટ દ્વારા જામીન મંજૂર

અથવાલાઈન્સ પોલીસ સ્ટેશનના ગુનામાં સેશન કોર્ટ દ્વારા જામીન મંજૂર

રિપોર્ટ : અતિક પ્રકાશચંદ્ર દેસાઈ – SPP BHARAT NEWS

સુરત: અથવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 409, 420, 120(B) અને 507 હેઠળ એફ.આઈ.આર. નંબર. અથવાલાઈન્સ વર્ષ ૨૦૨૪ પાર્ટ-એ-ગુ.ર.નં.૧૧૨૧૦૦૦૫૨૪૧૩૨૮ નોંધાયેલા ગુનામાં આરોપી રાજસ્થાનના બાબુલાલ છોગારામ ચૌધરીની અટકાયત થઇ હતી જેની પોલીસ દ્વારા ૫ દિવસ માટે રિમાન્ડ અરજી કરવામાં આવી હતી જેમાં એડવોકેટ મયુર આર. પટેલ આરોપી તરફે હાજર રહી રિમાન્ડ નામંજુર કરવા દલીલ કરી હતી જેના આધારે નામદાર કોર્ટે પોલીસ રિમાન્ડ નામંજુર કર્યા હતા અને આરોપી સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવેલ ત્યારબાદ આરોપી દ્વારા એડવોકેટ મયુર આર. પટેલ દ્વારા રેગુલર જામીન નામદાર સેશન્સ કોર્ટમાં કરવામાં આવી હતી. જે અરજી પર આજે સેશન કોર્ટ દ્વારા સકારાત્મક નિર્ણય આપવામાં આવ્યો હતો અને આરોપીના જામીન મંજુર કરવામાં આવ્યા હતા.

કોર્ટમાં આરોપી તરફે એડવોકેટ મયુર આર. પટેલ દ્વારા રજૂ કરાયેલ દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખીને, માનનીય સેશન કોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા છે. આ નિર્ણય પ્રત્યાશિત ન્યાયની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

આ કેસમાં એડવોકેટ મયુર આર. પટેલ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું કે આરોપી વિરુદ્ધ પુરતા પૂરાવા નથી, તેમજ આ આરોપી પર લગાવેલ ગુના સંદર્ભનો પ્રાથમિક ગુનો બનતો નથી આથી કેસના પરિપ્રેક્ષ્યમાં અન્ય કાયદાકીય મુદ્દાઓને પણ કોર્ટએ ધ્યાને લીધા હતા.

 

SPP BHARAT NEWS
Author: SPP BHARAT NEWS

0
0

RELATED LATEST NEWS