હાઈકોર્ટ દ્વારા ભ્રષ્ટાચાર કેસમાં જામીન મંજૂર – એડવ. ધર્મેન્દ્ર પાંડે અને એડવ. મયૂર આર. પટેલની દલીલ સ્વીકારાઈ
ગુજરાત હાઈકોર્ટ દ્વારા સુરતના એક એન્ટિ-કરપ્શન કેસમાં આરોપીને જામીન પર મુક્ત કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ કેસમાં પ્રતિનિધિત્વ સુરતના જાણીતા વકીલો શ્રી ધર્મેન્દ્ર પાંડે (વડોદરા)અને સુરત ના એડવોકેટ શ્રી. મયૂર આર. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
વકીલો દ્વારા હાઈકોર્ટ સમક્ષ દલીલ કરવામાં આવી કે આરોપી સામે લગાવાયેલા આરોપો માટે પૂરતા પુરાવા ઉપલબ્ધ નથી અને તપાસ દરમ્યાન આરોપીએ સંપૂર્ણ સહકાર આપ્યો છે. આ દલીલોને હાઈકોર્ટે સ્વીકારીને આરોપીને જામીન પર મુક્તિ આપવાનો મહત્ત્વનો નિર્ણય લીધો છે.
*એડવોકેટ શ્રી.મયુર આર. પટેલે જણાવ્યું હતું કે આ નિર્ણય ન્યાયપ્રક્રિયામાં વિશ્વાસને વધુ મજબૂત બનાવે છે અને કાનૂની વ્યવસ્થામાં ન્યાયની સિદ્ધિ માટે એક મહત્વપૂર્ણ પગલું છે.*
📌 કેસના મુખ્ય મુદ્દાઓ:
• કેસ: R/CRIMINAL MISC. APPLICATION NO. 21254/2025
• પક્ષકાર/આરોપી : રાહુલ રામઆશીષ પાલ Vs. સ્ટેટ ઓફ ગુજરાત
• આરોપ: ભ્રષ્ટાચાર રોકથામ અધિનિયમ, કલમ 7, 13(1)(a), 13(2)
• જજ: માનનીય ન્યાયમૂર્તિ વિમલ કે. વ્યાસ
• જામીન મંજૂર તારીખ: 13/10/2025
🧾 અદાલતી નિરીક્ષણ:
હાઈકોર્ટએ નોંધ્યું કે અરજદાર 10.09.2025 થી જેલમાં છે અને તેની સામેના આરોપો અંગેની મુખ્ય તપાસ પૂર્ણ થઈ ગઈ છે. અરજદાર સુરત મહાનગરપાલીકામાં કોન્ટ્રાક્ટ આધારિત કમ્પ્યુટર ઓપરેટર તરીકે કાર્યરત હતો અને તેના વિરુદ્ધ કોઈ પૂર્વ ગુનાહિત ઇતિહાસ નથી.
⚖️ દલીલો:
એડવોકેટ શ્રી.ધર્મેન્દ્ર પાંડેએ અને એડવોકેટ શ્રી.મયૂર આર. પટેલે (સુરત) દલીલ કરી કે અરજદાર નિર્દોષ છે અને તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. અદાલતે આ દલીલો સ્વીકારી અને યોગ્ય શરતો સાથે જામીન મંજૂર કર્યા.
🗣️ સુરતના જાણીતા અગ્રણી વકીલ શ્રી મયૂર આર. પટેલ :
આ નિર્ણય ન્યાય અને સત્યની જીત છે. અદાલતે તમામ પરિસ્થિતિઓનું પરિણામપૂર્વક મૂલ્યાંકન કરીને માનવતાપૂર્ણ નિર્ણય આપ્યો છે.
ગઈ ૩૧.૦૭.૨૦૨૪ થી ભારતીય ન્યાય સહિતા (BNS) લાગુ થઈ ગઈ છે, જેનો દોઢ વર્ષ ઉપર સમય પસાર થઈ ગયો છે. છતાં હાલમાં પણ એસીબી પોલીસ હજુ આઈપીસી માં ફરિયાદ દાખલ કરે છે, જે વાત નામદાર કોર્ટ સમક્ષ અરજી માં રજૂ કરી છે.
Author: SPP BHARAT NEWS






